Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 517
________________ કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માંહોમાંહે પ્રીતિ હોય તેા છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતાજ કહેવાય છે. પવિત્ર સ્ત્રીના લાભ એજ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરૂષ તેનું જે બરાબર રક્ષણ કરે તે તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઇ રહે છે, આચાર વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનને સત્કાર થાય છે, અને પાપના સબંધ થતું નથી. હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ, તે એ કે: તેતે ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માકશર રકમ રાખતી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હમેશાં માતા સમાન સ્ત્રીના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણુ કહ્યુ છે, તેમાં આ વાતને વિચાર ખુલ્લો રીતે કહી ગયા છીએ. વિવાહુ વગેરેમાં જે ખર્ચ તથા ઉત્સવ વગેરે કરવા, તે આપણું કુળ, ધન, લેાક વગેરેના ચિતપણા ઉપર ધ્યાન દે જેટલું કરવું જોઇએ તેટલુ જ કરે, પણ વધારે ન કરે. કારણ કે, વધુ ખરચ આદું કરવું તે ધર્મકૃત્યમાંજ ઉચિત છે. આ રીતેજ બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મેડા નૈવેધ, ચતુર્વિધ સ ઘના સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઇતિ ત્રીજી દ્વાર સંપૂર્ણ. ( ૩ ) (૪) વળી મિત્ર જે છે તે સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ અહિં કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નાકર વગેરે પણ ધર્મ, અર્થે તથા કામનાં કારણ હોવાથી ઉચિતપહાથીજ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણુ અવશ્ય હોવા જોઇએ. આ વાત ઉપરનાં દૃષ્ટાંતા પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ, ૪૮૨

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548