________________
' એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના. શરીરે મહા વ્યાધી ઉત્પન્ન થયો. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે ” એમ વિચારી વેવે ભક્ષણ કરવા કહેલા દહીને જે થાય તે માટે ગોવાળોના ગામમાં મુકામ કરતા તે વીનભય પાટણે ગયા કેશી રાજા ઉદાયન મુનિને રાગી હો, તે પણ તેના પ્રધાન વર્ગ તેને સમજાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને તેની રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહીં અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મના કરી. દહીનો બધ થવાથી પાછો મહા વ્યાધિ વધે. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો, ત્યારે વિષમિશ્ર દહીં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીનભય પાટણ ઉપર ધળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાને શય્યાતર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પી એવું રાખ્યું. - ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી છે, અને તેની માશીના પુત્ર કેણિક રાજાની પાસે જઈ સુખે રહ્યા. ત્યાં સમ્યફ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મહારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેય ભવનપતિ દેવતા થશે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધળની વૃદ્ધિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળિ પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરૂના વચનથી જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખેદાવી, ત્યારે અંદરથી પ્રતિભા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપદ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને
૪૮૩