________________
વખાણુતો નથી. શરીર કેવું સારું છે ? હારી આંગળી ભાગી ગઈ કે શું? માટે હે જીવ! તું ભાવ સાલેખના કર. નજદીક આવેલ મૃત્યુ રવમ શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે—માઠાં સ્વમ, પિતાની હમેશની પ્રકૃતિમાં થએલો જૂદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્ર, સ્વરના સંચારમાં વિપરીત પણું એટલાં કારણોથી પુષે પિ તાનું મણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખ કરી સકળ શ્રાવક ધર્મના ઉધાનને સારૂ જ હોયની ! તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ સુધી પણ જે ચારિત્રો પ્રાપ્ત થાય, તે પણ મોક્ષને પામે નહીં, તથાપિ વૈમાનિક દેવતા તે જરૂર થાય છે.
નળ રાજાના ભાઈ કુબેરનો પુત્ર ન પર હતો, તે પણ હવે “ તારું આયુષ્ય પાંચ દિવસ છે ” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તકાળ તેણે દીક્ષા લીધી અને છેવટે સિદ્ધ પદને પામે. હરિવહન રાજા જ્ઞાનીનાં વચનથી પોતાનું આયુષ્ય નવ પહાર બાકી જાણ દીક્ષા લઈ સર્વાર્થ સિદ્ધિ વિમાને પહોએ. સંથારને અવસરે શ્રાવક દીક્ષા લે, ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત વખતે) સાત લેત્રોમાં સાત કેડ ધન વાપર્યું. હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન ન બને, તે શ્રાવક અંત સમય આવે લેખના કરી શકુંજય આદિ શુભ તીર્થ જાય, અને નિર્દોષ થંડિવને વિષે (જીવ જંતુ રહિત ભૂમિને વિષે ) શાઍક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિક શ્રાવકની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે –તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે, અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે. લૈકિકશામાં પણ કહ્યું છે કે–હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અત વખતે રહે તો સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હજાર વર્ષો સુધી, ઝપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મહેટા સંગ્રામમાં પડે તો સાઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને સારૂ દેહ ત્યાગ કરે તો એની હજાર વર્ષ સુધી
૫૦૭