Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 540
________________ તાને સારૂ અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે –જેને માટે અન્ન પાક (રસોઈ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિં સાથી દુર્ગતિ થાય છે.” એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું. ૧૬ શ્રાવકે યાજજીવ બ્રહ્મચર્ય પાળવું જેમ પેથડશાહે બત્રીશમે વર્ષ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગમે. બ્રહ્મચર્ય વિગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઇતિ સોળમું ધાર. ૧૭ તેમજ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદી શબ્દથી સંસાર તારણાદિક કઠણ તપસ્યા જાણી. તેમાં એક માલિકી આદિ ૧૧ પ્રતિભાઓ કહી છે તે બતાવે છે – दसण १ वय २ सामाइअ ३' पोसह, ४ पडिमा ५ अबंभ ६.. सञ्चित्ते ७ ॥ आरंभ ८ पेस ९ उहि-ठवज्जए १० समणभूए * અર્થ – પહેલી દર્શન પ્રતિમા તે રાજાભિયોગાદિ છે આગાર રડિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુ કરી સહિત એવા સમકિતને ભય, લાભ, લજજા આદી દેષ વડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨ બીજી વાતાતિમાં તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાવી. ૩. ત્રીજી સામાન્ય વિક પ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભકાળ પ્રમાદ વછ બે ટંક સામાન્ય વિક કરવું, તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂ૫ જાગવી. ૪ ચોથી પૈષધ નિમાં તે, પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વ તિથિએ અખંડિત અને પરિપૂર્ણ પવધ કરે તે રૂપ જાગવી, ૫ પાંચમી પડિયા પ્રતિમા એટલે કાયોત્સર્ગ પ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વછે, રાત્રિએ ચઉવિહાર પચ્ચખાણ કરી, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વ તિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચિટામાં પરીપલ ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરે તે રૂ૫ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી ૫૫

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548