________________
विख्यात तपेत्याख्या जगति जगञ्चन्द्रसूरयोऽभूवन् ॥ श्रीदेवसुन्दरगुरु-त्तमाश्च तदनुक्रमाद्विदिताः ॥ १ ॥
અર્થ -આ જગતમાં તપ એવું પ્રખ્યાત નામ ધારણ કરનારા શ્રી જગચંદ્રસૂરિ થયા. તેમના પછી અનુક્રમે પ્રખ્યાત શ્રીદેવસુંદર ગુરૂવર્ય થયા.
पञ्च च तेषां शिष्या-स्तेप्याद्या ज्ञानसागरा गुरवः ॥ વિધારિ -વારતા સારવાદાના: + ૨
અર્થ –ા દેવસુંદર ગુરૂવર્યના પાંચ શિષ્યો હતા. તેમાં પ્રથમ શિષ્ય શ્રી જ્ઞાનસાગર ગુરૂ થયા. વિવિધ પ્રકારની અવચૂર્ણિ (અવચૂરિ) રૂપ લહેરે પ્રકટ કરી તેમણે પિતાનું જ્ઞાનસાગર નામ યથાર્થ કર્યું. મે ૨
श्रुतगतविधिधालापक-समुध्धृतः समभवंश्च सूरीन्द्राः ॥ कुलमण्डना द्वितीयाः, श्रीगुणरत्नास्तृतीयाश्च ॥ ३ ॥
અર્થ:-શાસ્ત્રમાં રહેલાં વિવિધ આલાવાના ઉદ્ધાર કરનારા કુલમંડન નામા સૂરિન્દ્ર બીજા શિષ્ય અને શ્રી ગુણરત્ન નામાં ત્રીજા શિષ્ય થયા. ૩ षड्दर्शनवृत्तिक्रिया-रत्नसमुच्चय विचार निचय सृजः ॥ श्रीभुवनसुन्दरादिषु, भेजुर्विद्यागुरुत्वं ये ॥ ४ ॥
અર્થ-જે ગુણરન ગુરુવર્ય પદર્શનસમુચ્ચયવૃત્તિ અને ક્રિયાત્નસમુચ્ચય એ ગ્રંથના રચનાર અને શ્રી ભુવમસુંદર આદી આચાયના વિધાગુરૂ થયા. ૪
श्रीसोमसुन्दरगुरु-प्रवरास्तुर्या अहार्यमहिमानः ॥ येभ्यः संततिरुचै-रभवद्वेवा सुधर्मेभ्यः ॥ ५॥
અર્થ-ઉત્કૃષ્ટ મહિમાવાળા શ્રી સોમસુંદર ગુરૂવર્ય ચોથા શિષ્ય થયા. દ્રવ્યથી તથા ભાવથી ભલા ધર્મવંત એવા જે ગુરૂવર્યથી ઘણી શિષ્ય સં. તતિ વૃદ્ધિ પામી. ૫
यतिजीतकल्पविवृत-श्व पञ्चमाः साधुरत्नसूरिवराः ॥ यैर्मारशोऽप्यकृष्यत, करप्रयोगेण भवनात् ॥ ६ ॥