Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 539
________________ વથી ગૃહવાસ પાળવેા. આ રીતે કહેલા સત્તર ગુણવાળા પુરૂષ, જિનાગ મમાં ભાવ શ્રાવક કહેવાય છે. એજ ભાવ શ્રાવક શુભ કર્મના યાગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્નશાસ્ત્રમાં કહ્યું છે. ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારા, પૂર્વે કહેલ નિકૃત્યને વિષે તત્પર એટલે આ નિગ્રંથ પ્રવચનજ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે, એવી સિદ્ધાંતમાં કહેલી રીતિ મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડેજ પ્રવૃત્તિ કરનારા, કોઇ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબુધ પામ્યું નથી એવા અને અનુક્રમે મેહને જીતવામાં નિપુણ થએલો પુરૂષ પાતાના પુત્ર, ભત્રીજા વગેરે ધરને ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કાંઈ કારણસર કેટલાક વખત ગૃહવાસમાં ગાળી, યાગ સમયે પેાતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠાઇ ઉત્સવ, ચતુર્વિધ સંધની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકપા દાન અને નિત્ર સ્વજન અનેિ ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેડની મ!ક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે—કોઇ પુરૂષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વને અલકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અવિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારૂં દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ કરવા ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન ઐતી ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રત રહે, અને પરલાર્ક મેક્ષ આદિ પ્રાપ્ત થાય. ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હું બુદ્ધિશાળી પુરૂષો ! તમે તે ચાત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરો. ઐાદમું દ્વાર અને સમાપ્ત થયું. ૧૫ હવે કદાચ કાંઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હાવાથી શ્રાવક્ર જે ચારિત્ર ન આદરી શકે, તે આરંભ વર્જના કરે. તેજ કહે છે, અથવા એટલે દીક્ષા આદરવાનું ન બને તે આરંભને ત્યાગ કરવા. તેમાં પુત્રાદિક કાઈ પણ ઘરના સર્વ કારભાર નભાવે એવા ડાય તે સર્વ આરંભ છેડા, અને તેમ ન હોય તા સચિત્ત વસ્તુના આહાર વગેરે કેટલાક આરબ જેમ નિવાહ થાય તેમ તજવા. બની શકે તેા પા ૫૦૪

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548