________________
પાણી નીકળ્યું, ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ્ય બંધા.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડ શાહે બાર હજાર કનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચૈત્ય બનાવવા સારૂ સોનૈયાથી ભરેલી બગીશ ઊંટડીઓ મોકલી. પાયામાં ચેરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું, ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પથડ વિહાર બને. વળી તે પેથડેજ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરૂ પર્વતની માફક સુવણમય કર્યું. ગિરનાર પર્વત ઉપરના સુવર્ણમય બલાનકને સંબંધ નીચે પ્રમાણે છે –
ગઈ વીશીમાં ઉજજયિની નગરીને વિષે ત્રીજા બીસાગર તીર્થકરની કેવળીની પર્ષદ જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, “હું ક્યારે કેવળી થઇશ ?” ભગવાને કહ્યું. “આવતી વીશીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” તે સાંભળી નરવાહન રાજા, એ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મક થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજી મૃત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પિતાના આયુષ્યને અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણરત્નમય પ્રતિભાવાળા ત્રણ ગમારા કરી તેની આગળ એક સુવર્ણમય બલા નક કર્યું, અને તેમાં તે વજનૃતિકાય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘવી શ્રીરકી ડેટા સંધ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યો. ઘણે હર્ષથી સ્નાત્ર કરવાથી મૃત્તિકામય (લેખ્યમય ) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નથી ઘણે ખેદ પામ્યો. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલ અંબા દેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા છે, જે કાચા સૂત્રથી વીંટાયેલો હતી તે લાવ્યા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું ઠાર ફેરવી નાંખ્યું. તે હજુ સુધી તેમજ છે. કેટલાક એમ કહે છે કે, સુવર્ણમય બલાનકમાં બહાર મારી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમયી, અઢાર રત્નમથી, અઢાર રૂપામથી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનને પ્રબંધ છે. અત્રે છડું દ્વાર સમાપ્ત થયું