________________
લક્ષણહીણ થતું નથી. પ્રતિમાને પરિવારમાં અનેક જાતના શિળાઓનું મિશ્રણ હેય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણુની પ્રતિમા ઘરમાં પૂજવા યુગ છે. અગીઆર આ ગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિયાવળિ સૂત્રમાં કહ્યું છે. કેલેપની, પાષાણની, કાકી, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણુ પિતાની પ્રતિ
મા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા આગળ બળિનો વિસ્તાર (નૈવેધ ઘણું મુકવું.) ન કરે, પણ દરોજ ભાવથી હવણુ અને ત્રણ ટંક પૂજા તે જરૂર કરવી..
સર્વે પ્રતિમાઓ મુખ્યમાર્ગ તે પરિવાર સહિત અને તિલાદિ આભૂષણ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તો પરિવાર અને આભૂષણ સહિત હેલી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુયાનુબંધી પુણ્ય બંધ વગેરે થાય છે. કહ્યું છે કે–જિન પ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વે લક્ષણ સતિ તથા આભૂષણ સહિત હોય તે, ભનને જેમ જેમ આહાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પવિત્રા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલો અસંખ્યાત કાળ સુધી તેનું પ્રણ લેવાય છે, જેમ કે, ભરતક્રિએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મદે કરેલ કાંચન, બલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવતિની મુદ્રિકામાંની કુથપાક તીર્થે વિરાજતી માણિક્ય સ્વામીની પ્રતિમા તથા સ્તંભન પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી. પૂજાય છે. કહ્યું છે કે-જળ, ઠંડુ અન્ન, ભજન, માસિક આ જીવિકા, વસ્ત્ર, વર્ષની આજીવિકા, જાવજીવની આજીવિકા, એ વસ્તુઓના દાનથી અનુક્રમે લણવા, એક પહેર, એક દિવસ એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ સુધી ભોગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપતિમા વગેરે કરાવવાથી તે તેનાં દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. માટે જ આ ચેવીશીમાં પૂર્વ
૪૮૫