________________
પ્રતિકાગડકમાં તે વળી કહ્યું છે કે–ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણિઓને યથા શક્તિ દાન આપવું. આ રિતે સાતમું દ્વાર સમાપ્ત થયું.
તેમજ પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, પોતાને મિત્ર, સેવક આદિને દિક્ષાને તથા વડી દીક્ષાનો ઉતસવ ઘણું આડંબરથી કરવો. કેમકે–ભરત ચક્રવર્તીના પાંચ પુત્ર અને સાતસો પત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેકટ રાજાએ પોતાની સંતતિને પરણાવવાનો નિયમ કયા હને, તથા પિતાની પુત્ર આદિને તથા બીજા થાવસ્થા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા, પિતા અને સ્વજનવર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને યોગ્ય છે. લિકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિડની ઇચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. અને આઠમું દ્વાર સમાપ્ત થયું. - ૮ તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચકાચાર્ય દીક્ષા લીધેલા પિતાના પુત્ર આદી તથા બીજા પણ જે યોગ્ય હોય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારૂ ઘણું ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે, અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પોતે ગણધપદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી. નવમું દ્વાર સમાપ્ત. - ૧૦ તેમજ શ્રીક૯૫ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર - ગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજે વાચન એટલે સંવેગી ગીતાર્થ એ વા મુનિરાજ પાસે ગ્રંથને આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુ માનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભવ્ય જીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વડેરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે જે
yul