________________
થી ખશી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, હું જઇશ તે વીતભય પાટણમાં ધૂળની વૃદ્ધિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું, ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહો. સંવત્સરી પર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડતને પૂછ્યું કે,–“આજે રસોઈ શી કરવાની?” ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષ આપશે” એ ભય ઉત્પન્ન થયે, તેથી તેણે કહ્યું કે, “તેં ઠીક યાદ કરાવી મારે પણ ઉપવાસ છે. હારા માતા પિતા શ્રાવક હતા ” તે જાણું ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું ! તથાપિ તે જે એમ કહે છે, તે તે નામ માત્રથી પણ હારે સાધમી થયે, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી “હારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?” એમ કહી ઉદાયને ચંડકતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાબે, અને કપાળે લેખવાળો પદ બાંધી તેને અવંતી દેશ આપ્યો. ઉદાયન રાજના ધાર્મિષ્ટપણની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘડી છે. જેમાસું પુરૂં થયા પછી ઉદાયન રાજા વતિય પાટણે ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લે ના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયેલ સ્વામીનું નામ દઈ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આવ્યાં.
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પખી પૈષધ હોવાથી તેણે રાત્રિ જાગરણ કર્યું, ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાત:કાળે તેણે કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજન સારૂ ઘણાં ગામ, આકાર, પુર વગેરે આ પાં. “રાજ્ય અંતે નરક આપનારું છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?” મનમાં એ વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજય આપ્યું, અને પોતે શ્રી વીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યો.
૪૦૨