________________
ન રંગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવુ વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વે ઉચિત વિધિ અહિં વિશેષે કરી જાણવા. કહ્યું છે કે—ધર્મ કરવાને સારૂ ઉધમવાન થએલા પુરૂષે કાને પણુ અપ્રીતિ થાય એમ કરવું નહી. આ રીતેજ સયમ ગ્રહણુ કરવા તે શ્રેય કરે છે. '
"C
આ વાતમાં ભગવાન્ મહાવીર સ્વામીનું દૃષ્ટાંત છે. તે ભગવાને મ્હારા રહેવાથી આ તાપસાને અપ્રતિ થાય છે, અને તે અપ્રીતિ અએધિનું બીજ છે' એમ જાણી ચેામાસાના કાળમાં પણ તાપસના આશ્રમ તજી ઇ વિહાર કર્યો. જિનમદિર બનાવવાને અર્થે કાષ્ટ - વગેરે દળ પણ શુદ્ધ જોઇએ. કોઇ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલુ અથવા પેાતાને સારૂ આરંભ સમારંભ લાગે એવી રીતે બનાવેલું પશુ જે ન હોય, તેજ કામ આવે. રાંક એવા મજૂર લોકો વધુ મજૂરી આપવાથી ઘણા સાષ પામે છે, અને સતેાષવાળા થઇ પહેલા કરતાં વધારે કામ કરે છે. જિનમ ંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂ ગુરૂ તથા સધ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિવિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે—જે જેની માલકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે તે તે ધર્મમૃય ભાવ શુદ્ધ થાય. પાયા ખેમદ, પૂરવે, કાષ્ટનાં દળ પાડવાં, પત્થર ધડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરવા પડે છે, એવી શંકા ન કરવી, કારણ કે, કરાવનારની યતના પૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દેખ નથી, તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંધનેા સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત વ્રત વગેરેને ગીકાર, શાસનની પ્રભાવના, અનુમેદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે—સૂત્રોક્ત વિધિને જાણુ પુરૂષ યતના પૂર્વક કોઇ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં ક્રાંન્ન વિરાધના થાય, તે। પશુ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તે વિરાધનાથી નિર્જ રાજ થાય છે. વ્યસ્તવ ઉપર કૂવાનું દૃષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ, જીણાહાર કરવાના કામમાં પણ્ ધાજ પ્રયત્ન કરવા. કેમકે—જેટલું
૪૫૪