________________
હમણાં કૌતુક જુવે” એમ કહી રાણીએ યક્ષ કર્દમ વડે ડાબડા ઉપર અ. ભિષેક કર્યો, અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપ.” એમ કહેતાં જ પ્રભાત સમયમાં જેમ કમળાલિકા પિતા ની મેળે ખીલે છે તેમ ડાબડે પિતાની મેળે ઉઘડી ગયે! નહિ સુકાઈ ગએલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ, અને જૈનધર્મની ઘણું ઉન્નતિ થઈ. પછી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃ પુરે લઈ ગઈ, અને પિતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી.
એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો, અને રાણું ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો, અને વીણ વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણું કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણુવકે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તે સફેદજ દેખાયું, તે દુનિમિતથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પિતાનું આયુષ્ય થવું રહ્યું એ રાણુએ નિશ્ચય કર્યો, અને શ્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતને ભંગ થયો. તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજ સમીપ ગઈ. રાજાએ " દેવતાના ભવમાં તું, મને સમ્યફ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવ” એમ કહી આજ્ઞા આપી.. પછી પ્રભાવતી એ તે પ્રતિમાની પૂજાને સારૂ દેવદત્તા નામની કુબજાને રાખીને પોતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલે કે દેવતા થઈ. પછી પ્રભાવતીના જીવ દેવતાએ ઘણે બોધ કર્યો, તે પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દષ્ટિરાગ તે ડો એ કેટલો મુશ્કેલ છે! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેને રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પિતે વિલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં વેષધારી તાપ