________________
એક વખતે નંદીશ્વર દીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસા એ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પહ ગ્રહણ કર” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડવું તેને ગળે આવીને વળગો. કોઈ પણ ઉપાયે તે (પહે) છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણુને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ધૂઅડ સૂર્યના તેજથી, તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યા. ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે” વ્યંતરે કહ્યું
દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહી?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું. “હવે મારે કરવું શું?” દેવતાએ કહ્યું. “હવે તું ગૃહસ્થપણમાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામી ની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બેધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા જોઈ, નમસ્કાર કરી મહા હિમવંત પર્વતથી લાવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિકા કરી સર્વાંગે આભૂષણ પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી.
પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડે સિંધુસૈવીર દેશમાંના વીતમય પાટણે લઈ જા, અને ત્યાંના ચોટામાં “દેવાધિદેવની પ્રતિમા છે.” એવા ઉકવણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું, ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજ તથા બીજા પણ ઘણા દર્શનીઓ પિત પિતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડા વડે પ્રહાર કરવા લાગ્યા. તેથી કુહાડા ભાગી ગયા તે પણ ડાબડે ઉઘડે નહિ. સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરને અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મેકલી. તેજ દાસીને હાથે સંદેશ મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કેઈ નથી.
૪૮૮