________________
ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તે પહેલા કહેલા આ જીવિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વ કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવક પુત્રે જેથી આલોકમાં સુખે નિવડ અને પલકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સખ્ય પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે–તરૂપ સમુદ્ર અપાર છે, આયુષ ડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે. માટે એવું કાંઇક શીખવું કે, જે છે અને જે સારૂ કાર્ય સાધી શકે એટલું હોય. આલોકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શીખવી જોઈએ. એક તે જેયી પિતાને સુખે નિર્વાહ થાય છે, અને બીજી મરણ પછી જેથી સદ્ગતિ પામે છે. બિધ અને પાપમય વ્યાપાર ડે નિહ કરે તે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે, માટે સિંઘ તથા પાપમય વ્યાપારને નિષેધ થશે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ ર
(૩) પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે, માટે ઉચિતપણથી કર જોઈએ. તે (વિવાહ) પોતાથી જૂદા ગોત્રમાં થએલા તથા કુળ, સારે આચાર, શીળ, રૂપ, વય, વિધા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ટા વગેરેથી પિતાની બરાબરીના હોય તેમની સાથેજ કરો. બન્નેનાં કુળ, શીળ વગેરે સરખાં ન હેય તે માંહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. જેમ પિતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કઈ અન્યધમની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેને પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રગ રહિત થયો. એક વખતે પ તિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી જીતીને કહ્યું કે, “ફલાણું ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સપની પુપમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુળ, શાળ વગેરે સરખાં હેય તે ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણ સ્ત્રી વગેરેનાં દૃષ્ટાંત સમજવાં.
સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલાં શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાનો તપાસ વગેરે કરીને કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે
૪૮ ૦.