________________
બીજા ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસ્તિવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હોય તે પણ સારૂ નહિ કેમકે, ચારે તરફ બીજાં ઘરે આવેલાં હેવાથી તે ઘરની પિતાની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું. અથવા બહાર આવવું. કઠ થઈ પડે છે. બન્ને માટે સારી જગ્યા તે શવ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમ જ દૂર્વાઓ, કૃપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ધણા હેય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું લેવું જોઈએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉન્ડા સ્પર્શવાળી, તથા વર્ષઋતુમાં ઠંડા તથા ઉન્હા સ્પર્શવાળી જે ભૂમિ હેય, તે સર્વેને શુભકારી જાણવી. એક હાથ ઊંડી ભૂમિ ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી. જે માટી વધે તે છે. બરાબર થાય તે મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડે કરીને જળ ભર્યું હોય તો તે જળ સે પગલાં જઈએ, ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આગળ જેટલું ઓછું થાય તે મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તે અધમ જાવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુપ બીજે દિવસે તેવાને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ, અર્ધ સૂકાઇ જાય તો મધ્યમ અને સર્વે સુકાઈ જાય તે અધમ જાણવી, જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે છે, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ. પિળી હોય તો દારિદ,. ફાટવાળી હોય તો મરણ અને શવાળી હોય તો દુઃખ આપે છે. માટે શિલ્ય ઘણુજ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તે તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તે રાજદિક થી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શક્ય નીકળે તો બાળકને નાશ થાય, બાળકનું શય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકલે તે ગાય બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ
४७४