________________
ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણ અને તેમના શિષ્ય છત્રીસ હજાર મટા શેકીઆઓ જ્યારે શ્રીપ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા, ત્યારે પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પિસાવાળા ગુણી અને ધાર્મિક લોકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધેર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા બા વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત નજરે જણાય છે. માટે અંત પ્રાંત ગામડા વગેરેમાં ધન પ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય, તે પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર, અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી; ત્યાં ઘણી સંપદા હોય તે શા કામની ? જો હારે મૂર્ખતા જોઈતી હોય, તો તે ગામડામાં ત્રણ દિવસ રહે. કારણ કે, ત્યાં નવું અને ધ્યયન થાય નહિ, અને પૂર્વ ભણેલું હોય તે પણ ભુલી જાય.
એવી વાત સંભળાય છે કે-કેઇ નગરનો રહીશ વણિફડા વણિ કની વસતિવાળા એક ગામડામાં જઈ કલાભને માટે રા. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું, એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, જિદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કઈ નગરમાં ધાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચારેનું) ગામડું બાળી નાંખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલ છે. રહેવાનું સ્થાનક ઉચિત હોય, તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો, તે સ્થાન શીધ્ર છોડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકોએ દિલ્લી શહેર ભાગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્લી, છોડી, અને ગુજરાત વ ગેરે દેશમાં નિવાસ કર્યો, તેમણે પોતાના ધર્મ અર્થ કામની પુષ્ટિ કરીને આભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્લી છોડી નહિ, તે
૪૭૨