________________
અને આંબિલ તપસ્યાં વિસ વર્ષ. આ રીતે લક્ષણ સાધીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આ વશ્યક ક્રિયા અદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તે પણ લક્ષણ સાધ્વી શુદ્ધ થઈ. નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવમાં ઘણું આકરાં દુઃખ ભેગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થંકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું કે–શલ્યવાળા જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણુ ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદન ન કામી છે, જેમ ઘસો કુશળ એવો પણ વૈધ પિતાનો રોગ બીજા વૈધને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથીજ થાય.
* ૭ તેમજ આળાયણ કરવાથી તીર્થંકરની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિ:શલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂવાના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવત ! જીવ આળાપણુ લેવા વડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) રાજુભાવને પામે છવ અનંત સંસારને વધારનાર એવા માયાશય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શયથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસક વેદને બરધ નથી, અને પૂર્વે બાંધ્યો હોય તે તેની નિજા કરે છે. આળાયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતક૯પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કાઢેલે આલોયણા વિવિ પૂર્ણ થયેલ છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલું મોટું તથા નિકાચિત થએલું પણ બાળહત્યા, સ્ત્રી હત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રા જાની સ્ત્રી સાથે ગમન વગેરે મહા પાપની સમ્યફ પ્રકારે આળાયણા કરી ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે છવ તેજ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હોત તે દઢપ્રહારી વગેરેને તેજ ભ મુક્તિ શી રીતે થાત? માટે આળાયણુ દરેક ચોમાસે અથવા દર વર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધ અર્થ કહ્યો છે.
४७०