________________
યુક્ત લકમી, કળશ, વધામણું, ચંદ સ્વમની ણી વગેરે ચિત્રે શુભ જાણવાં. જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બેરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરને સમૂળ નાશ થાય છે. ઘરમાં જેમાંથી દૂધ નીકળે એવા ઝાડ હોય તો તે લક્ષ્મીને નાશ કરે છે, કાંટાવાળા હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળા હોય તે સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવા નહી કે ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉબર, અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં પલક્ષ ઝાડ શુભકારી છે. - ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખુણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સુવાનું સ્થાનક, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાનક, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાનક, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અમિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાનક કરવાં, અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાનક કરવાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીકમાં તેમ અહિં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. જેટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલો જ વિસ્તાર ( લાંબાં પહેળાં) ઘર બંધાવવામાં કરવા. સંલેષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ગર પણ પરિમિત (પ્રમાણુવાળા) ધારવાળુ જ જોઈએ. કેમકે, ઘણું બારણું હોય તે દુષ્ટ લકની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત ( પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં. તેથી ઘર
૪૭૭