________________
प्रकाश ६. जन्मकृस्य.
વાર્ષિક કૃત્ય કર્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર ધારવડે કરે છે. __जम्मंमि वालठाणं, तिबग्गलिद्धीइ कारण उचिरं ॥ . વિદં વિજ્ઞાન, ધજા જ મિત્ત ૨૨ |
સંક્ષિપ્રાર્થઃ– જન્મમાં ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્ર વર્ગ સધાય એવી રીતનું ૧ નિવાસસ્થાન, ૨ વિધા સંપાદન, ૩ પાણિગ્રહણ અને ૪ મિત્રાદિક આ ચાર વાનાં કરવાં યોગ છે. (૧૨) જે વિસ્તારાર્થ –૧ જન્મરૂપ બંદીખાનામાં પહેલા નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત ? તે વિશેષણ વડે કહે છે. જેથી ત્રિવર્ગની એટલે ધમર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જમાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય, ત્યાં શ્રાવકે રહેવું. બીજે ન રહેવું. કેમકે, તેમ કરવાથી આભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે-બિલ લોકોની પલ્લીમાં, ચેરના રહેઠાણમાં, જ્યાં પહાડી લોકે રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લોકાનો આશ્રય કરનારા લોકોની પાસે સારા માસે ન રહેવું. કેમકે, કુસંગત સજનને એબ લગાડનારી છે. જે સ્થાનકે રહેવાથી મુનિરાજે પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હૈય, એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણા ખરા વિદ્વાન લોકે રહેતા હોય, જ્યાં શીળ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય, અને જ્યાંના લોકો હમેશાં સારા ધાર્મિક રહેતા હોય, ત્યાં સારા માણસે રહેવું. કેમકે, પુરૂષોની સોબત કલ્યાણને સારૂ છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકો હેય; તથા જળ અને ઇંધણ પણ ઘણાં હોય, ત્યાં હમેશાં રહેવું.
ત્રણસે જિનમંદિર તથા ધર્મિષ્ટ, સુશળ અને જાણ એવા શ્રાવક વિગેરેથી શોભતું એવું અજમેરથી નક હર્ષપુર નામનું એક સારું નગર હતું.
૪૭૧