________________
તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિને વિષે જગસિંહ નામે શેઠે પિતાના જેવા સુખી કરેલા ત્રસોસાઠ વાણોતર પાસે હમેશાં બહેતર હજાર ટંકનો વ્યય કરી પ્રતિ દિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતા હતા. આ રીતે દર વર્ષે તે શેઠને નાં ત્રણસો સાઠ સાધાર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આભૂ. નામા સંઘપતિએ ત્રણસો સાદ સાધર્મ ભાઈઓને પોતાના સરખા કર્યા. કહ્યું છે કે–તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં વૃક્ષે કાજયનાં કાછમય રહે છે, પણ સેના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા લિંમડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામ શ્રષ્ટિએ પંચપરમેષ્ટિ મં. ત્રનો પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક . ચારણ બેલ એમ ફરી ફરી કહેવાથી નવ વાર નવકાર બોલ્યો, ત્યારે તેણે તેને નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યા છે.
આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કે –૧ અહી યાત્રા ૨ રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જને કહે છે. તેમાં ૧ અઠારહી યા ત્રાનું સ્વરૂપ પૂર્વ કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે જે અઠારહી યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. ૨ રથયાત્રા તો હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કેઃ–પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતી નગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષે સંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય પણે દરરોજ સંધની સાથે ચૈત્યયાત્રામાં આ પી મંડપને ભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતો હતો. ત્યયાત્રાઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કેમકે, યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિક્ય રનોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળા૧. મેરૂ પર્વત. ૨. વૈતાઢય પર્વત.
૪૫૩