________________
પાણું પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાંની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સંક, વગેરે વસ્તુનો વર્ષીકાળના ચોમાસામાં ત્યાગ કરવે. કેમકે, એ વસ્તુમાં લીલફૂલ, કુંથુઆ, અને ઇયળો વગેરે સં. સક્ત છવ ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણીજ સંભાળથી લેવી. તેમજ વર્ણકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં કૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરે. ભૂમિ ખેવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી.
ઘર, હાટ, ભીંત, થાંભલ, કપાટ, પાટ, પાટિયું, પાટી, શીં, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈંધણ ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂલ વગેરે જીવની સંસક્ત ન થાય, તે માટે જેને જે યોગ્ય હેય તે પ્રમાણે કોઇને ચૂનો લગાડે, કોઈમાં રાખ ભેળવવી, તથા મેવ કાઢી નાંખ, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે - કણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફુલ વળેલી ન હોય એવી ધનવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડે ન મૂકો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે જોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યફ પ્રકારે જાઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પિષધશાળા વગેરે પણ જોઈએ તેવી રીતે સમારવાવડે દપિત યતના રાખવી. તેમજ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, યોગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આમ, અગીયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર કળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રણી તપ, મહાભદ્ર શ્રેણી તપ, સંસારતારણ તપ, અહા, પક્ષ ખમણ, ભાસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ
૪૪૧