________________
નિયમ તે શ્રાવકે જરૂર લેવાજ. જેમ વર્ષકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વે દિશાએ જવાને ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિવહ થઈ શકે એમ હોય, તે વખતે તે દિશાએ તરું જવું નહી. એમજ સર્વ સચિત વસ્તુને ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિમમ લે. જે માણસને જે ઠેકાણે, જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હય, જેમ કે, દરિદ્રી પુરૂષને હાથી વગેરે, મેરૂ દેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તે, તે તે ફળો દુર્લભ છે, માટે તે પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો નિયમ પ્રહણ કરો. આ રીતે અ
Mી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. છે એમ સંભળાય છે કે–રાજગૃહી નગરીમાં એક ભીખારીએ દીક્ષા લીધી, તે જોઈ લોકો “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરૂ મહારાજે વિહાર કરવાની વાત કરી, ત્યારે અભયકુમારે ચટામાં ત્રણ કોડ નૈયાને એક મોટો ઢગલે કરી સર્વે લોકોને બોલાવીને કહ્યું કે, “જે પુરૂષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં થાવજીવ મૂકી છે. તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકોએ વિચાર કરીને કહ્યું કે, “ ત્રણ ક્રોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય. ” પછી મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લેકો ! તો તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે ? એણે તો જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે. એ પછી પ્રતિબોધ પામેલા લોકેએ દ્રભક મુનિને ખમાવ્યા: આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દાખલો કર્યો છે. '
માટે અછતી વસ્તુના પણ નિષમ ગ્રહણ કરવા. તેમ ન કરે તો તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવરતિપણું રહે છે. તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે–અમે ક્ષમાવંડે ખખ્યું નહીં; ઘર ઉચિત સુખને ( વિષય સુખને) સંતોષથી ત્યાગ કર્યો નહીં, ખ
૪૩૮
મ