________________
प्रकाश ४. चातुमासिक कृत्य.
પકૃત્ય કહ્યું. હવે અર્ધ ગાથાએ ચતુમાસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमासं समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥
સંક્ષેપાર્થ –શ્રાવકે દરેક માસામાં તથા ઘણું કરી વષકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ પાળવા.
વિસ્તારાર્થ –જે શ્રાવકે પરિગ્રહ પરિમાણું વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિગ્રહ પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચેમાસામાં તે ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણું વિરાધના અથવા ધર્મની નિંદા વગેરે દોષ થાય, તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ આદિ થવાથી ઈયળે વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેનાં ફળનો ત્યાગ કરવે તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષા એ ઉચિત નિયમ જાણવા. તે નિયમ બે પ્રકારના છે. એક દુ:ખે પળાય એવા, તથા બીજ સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકિને સંચિત્ત રસને તથા શાકને ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુબે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરૂષોની વાત એવી ઉઘટી છે. એમ છે, તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે લોકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ સર્વે નિયમ સધી સુખે પળાય તેવા છે, કહ્યું છે કે–જ્યાં સુધી ધીર પુરૂષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરૂ પર્વત ઉંચો છે, સમુદ્ર દુસ્તર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા
૪૩૮