________________
એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, “ આજે પંચમી પર્વ છે. તેથી આજ મને કંઈ પણ રીતે અવશ્ય લાભ થવેજ જોઈએ.”
પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થએલા અને શેઠનું ઘર સેનાઑરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જેમાં ઘણું આશ્ચર્ય અને ખેદ પામે. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે, “હે શેઠજી ! આ ધન શી રીતે હારે ઘેર ગયું ?” શેઠે કહ્યું. “હે ધણી ! હું, કાંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભજ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કડી, ત્યારે પર્વને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાવછવ નિયમ લીધે. તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, “વર્ષીકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણે સર્વે ભ. ડાર ધનથી હમણાંજ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવા કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગે છે !
હે રાજન ! હારે પૂર્વભવને મિત્ર જે શેઠનો પુત્ર છે, જે હમણાં દેવતાનો ભવ ભેગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વભવે વચન આપ્યું હતું. તેથી તેને પ્રતિબોધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લેકમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારુ આ કામ કર્યું. માટે તું ધર્મત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબોધ કરવા જઉં છું.”
એમ કહી દેવતા ગમે. પછી તેણે તે બન્ને રાજાઓને સમકાળે રૂમમાં પૂર્વભવ દેખાશે. તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વદિવસની સમ્યફ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પિતા પોતાના દેશને વિષે અમારિની પ્રતિ, સાતે વ્યસની નિયત્તિ, ઠેકાણે ઠેકાણે નવ નવ જિનમંદિરો, પૂ, યારા, ધાર્મિક વાત્સલ્ય, ૫
૪૩૬