________________
મી ન શકાય એવી ટાઢ, તાપ અને પવનની પીડા સહન કરી, પણ તપસ્યા કરી નહી; અહર્નિશ મનમાં ધનનો વિચાર કર્યો પણ પ્રાણાયામ કરી મુક્તિનું પદ ચિંતવ્યું નહીં, સારાંશ–અમે એવું કહ્યું કે, જેથી મુનિયે તે તે ફળવડે અમને ઠગી શકા. અરાત્રમાં દિવસે એક વાર બેજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કેઇનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તો પણ કહ્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કોઈ રીતે તે વસ્તુને વેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધી હોય તે લઈ શકે. આ રીતે અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લી પતિ વંકચૂલને ગુરૂ મહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં એવો નિયમ આપ્યો હતો, તેથી તેણે ભુખ ઘણુ લાગી હતી, અને લોકોએ ઘણું કહ્યું, તેપણું અને ટવીમાં કિંધાકાળ અજાણ્યાં હોવાથી ભાણ કર્યા નહીં. તેની સાથેના લેકોએ ખાધા, અને તેથી તે લેક મરણ પામ્યા. - દરેક માસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ
જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી પણ રહી ન શકે. કેમકે, વિરતિ કરવામાં મહેટે ફળનો લાભ છે, અને અવિરતિપણામાં ઘણું કર્મબંધનાદિક દોષ છે. એ વાત પૂર્વ કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષે કરી લેવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટ પ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહેસવ, મહાપૂજ, પ્રભાવના વગેરે અને ભિગ્રહ લેવા. તથા ગુરૂને મહેકી વંદના, દરેક સાધુને વંદના, વીશ લોગસ્સનો કાઉસગ્ગ, નવા જ્ઞાનને પાઠ, ગુરૂની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત
४४०