________________
ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈનો ત્યાગ તથા પિષધ ઉપવાસ વગેરે કરવું. દરેજ અથવા પારણાને દિવસે અતિવિસંવિભાગને અવશ્ય લાભ લેવો. વગેરે. - પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે –ના નાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર. આશયી દ્રવ્યા ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે.
તેને અનુક્રમ આ પ્રમાણે –તત્ર જ્ઞાનાચારને વિષે મૂળસૂત્રવાંચવવારૂપ સાય કરવી, વખાણ સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કર્યું, અને શ; ક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસ જ્ઞાનની પૂજા કરવી. (૧) દર્શનાચારને વિષે જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગૃહતિ માંડવી વગેરે જિન પૂજા, ચૈત્યવંદન અને જિનબિંબને ઉવટણ કરીને નિર્મળ કરવા આદી કાર્યો કરવાં (૨). ચારિત્રાચારને વિષે જળ મુકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ગંડળ પાડવા નહિં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કેકને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ ગુરૂના સેગન ન ખાવા, વાડી ન કરવી તથા પારકે અવર્ણવાદ ન બોલ. પિતાની તથા માતાની દષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પર પુરૂષની સેવા ન કરવી, ધન ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કરે. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશે કહેવરાવ, અભૂમીએ જવું વગેરે તજવું. સ્નાન ઉચટણું, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, પેહિસ અને કન્ડી એ વસ્તુનું પરિમાણ રાખવું. મજીઠથી, લાખથી કસુંબાથી અને ગળીથી રંગેલાં કપડાનું પરિમાણું કરવું, તથા રત હીરા, મણિ, એનું રૂપું, મેતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાવિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કેકડી, અખોડ, વાયમફળ, કોડ, બિરૂ, બિલીફળ, આમલી, બોર, બિલ્લક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદાં, ભોરડ, બૂિ આવેતસ એમનું
- ૪૪૨