________________
વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું પરંતુ હસ્તિના દતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે,
સ્મશાનમાં તથા વિદિશાએ (ખાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાગની ઈચ્છા કરનાર પુરૂષે સૂાને વખતે મળમૂત્રની શકે છે તો તે દૂર કરવી. મળ મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરોબર જાણવું, પાર્ગી પાસે છે કે નહીં તે જોવું, અને બારણું બરાબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુનો ભય ટાળવો. પવિત્ર થવું, તે પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂન રહેવું. ક્રોધથી, ભયથી, શોથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુબળ, ક્ષીણ થએલા અને ને તાતુર થએલા એટલા પુરૂષોએ કઈ વખતે દિવસે સૂઈ રહેવું. ગ્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ઠંડી રાત્રિ હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઉંઘ લેવી લાભકારી છે; પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે છે તેથી કફ પિત થાય. ઘણું આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી. કેમકે, તેવી ઉધનો વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિધાનો, અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તે ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલો શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલે વિધિ આ પ્રમાણે છે –સુતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચવિહાર વગેરે પચ્ચખાણ - થિ સહિત ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કેકહે છે –ઉત્તર અથવા દક્ષિણ દિશા તર્ક સુનારને પુત્ર કે પુત્રી થતી . નથી. પણ પશ્ચિમ તર્ફ માથું કરનારને પુત્ર થાય છે અને પૂર્વ તરું માથું કરનારને પુત્રી થાય છે.
ટ્રેલ સૃષ્ટી શાસ્ત્ર, ૫. ૧૯૫
-
૧૬