________________
पूआ पच्चख्खाणं, पडिकमणं तहय नियमगहणं च ॥ जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । આમાવસ્થા, મિચ્છર વિI પાવે છે ? /
પારાશરસ્કૃતિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–જે તિથિ સર્વોદયની વેળાએ ડી પણ હય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી. પરંતુ ઉદય વેબાએ નહિ છતાં તે પછી ઘણે કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રીઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે, પતિથિનો ક્ષય થાય તે તેની પૂર્વની તિથિ કરવી, તથા વૃદ્ધિ થાય તે બીજી કરવી, અને શ્રીવર ભગવાનનાં જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક લોકને અનુસરીને કરવાં. અરિહંતનાં જન્માદિ પાંચ કલ્યાણક પણ પર્વતિથિરૂપજ જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દિવસે હય, તે તે વિશેષ પર્વતિથિ જાણવી.
સાંભળવામાં છે કે–સર્વે પતંતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે સ્વામિન ! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ભગવાને કહ્યું. “હે મહાભાગ! જિનરાજનાં પાંચ કલ્યાણકાથી પવિત્ર થએલી માગશર શુદિ અગીઆરશ (મૌન અગીઆરશ) આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ રવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાશ કલ્યાણક થયાં.” પછી કૃષ્ણ મિન, પિસે, ઉપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જે રાજા તેવી પ્રજા” એ ન્યાયે હોવાથી સર્વ લોકોમાં “એ એકાદશી આનધવા યોગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પચ્ચખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે. કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે–પ્રશ્ન–હે ભગવન! બીજ વગેરે નિશિઓને વિષે કરેલું ધર્મનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તર – ગતમ! બહુ ફળ થાય છે. કેમકે, પ્રાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે. માટે એને વિષે જાત જાતની તપસ્યા તથા ધમાનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાએલું હોય
૪૨૬