________________
કરી ન શકે તે કેટલાક આરંભ તે ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આ હારને ત્યાગ કરે પિતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરે. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કરો.
તેમજ આસાની તથા ચૈત્રની અઠાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, ચોમાસાની તથા સંવત્સરીની અઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ માસાં અને સંવત્સરી વગેરે પવને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્મનુષ્ઠાન કરવું. કહ્યું છે કે–સુશ્રાવકે સંવત્સરીની,
માસીની તથાં અઠાઈની તિથિયોને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણોને વિષે તત્પર રહેવું. સર્વે અહાઈઓમાં ચૈત્રની અને આની અાઈએ શાશ્વતી છે. કારણ કે, તે બને અઠાઈઓને વિષે વૈમાનિક દેવતા પણ નંદીશ્વર દીપ આદિ તીર્થોને વિષે તીર્થયાત્રા આદિ ઉત્સવ કરે છે. કેમકે –બે યાત્રાઓ શાશ્વતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસો માસને વિષે અઢાઈ મહિમારૂપ થાય છે. એ બને યાત્રાઓ શાશ્વતી છે. તેને સર્વ દેવતાઓ તથા વિધાધરે નંદીશ્વરદીપને વિષે કરે છે, તથા મનુષ્ય પોત પોતાના સ્થાનકોને વિષે કરે છે. તેમજ ત્રણ માસાં, સંવત્સરી, છ પર્વ તિથિઓ, તથા તીર્થંકરનાં જન્માદિ કલ્યાણુક વગેરેને વિષે યાત્રાઓ કરે છે, તે અશાશ્વતી જાણવી. છવાભિગમ સૂત્રમાં તે આ રીતે કહ્યું છે કે–ઘણા ભવનપતિ, વાણુમંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીશ્વર દીપને વિષે ત્રણ માસીએ તથા સંવત્સરીએ ઘણું મહિમાથી મઠાઈ મહોત્સવ કરે છે.
પ્રભાત વખતે પચ્ચખાણ કરવાની વેળાએ જે તિથિ આવે તેજ લેવી. સૂરદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે –
arઉભાગ , હાઇ ૩૦ જાનીસુ નાથવા કે તો સિલ કાર્તિ, ૩ જૂને ૧ સપાશે એ ? "
૪૨૫