________________
માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણુ અનુકૂળ ઉપસર્ગ કર્યો, તે પણ સાય ગણવાને અનુસરે મધ્યરાત્રી છે એમ શેઠ જાણતો હતો, તેથી તિવમાત્ર પણ બ્રમમાં પડે નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લિધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિળા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણતિક પ્રતિફળ ઉપસર્ગ કર્યા; તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થશે નહીં. કહ્યું છે કે- આ પૃથ્વીને દિશા
ના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચાલે છે, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા પુરૂષનું અંગીકાર કરેલું વત પ્રલય થાય તો પણ ચાલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું. “હું સંતોષ પામ્યો છું. તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પિતાનું ધર્મધ્યાન છેડયું નહીં. તથા અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રેડ સેનયાની અને રત્નોની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકે પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાને ઘેબી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડૂત નોકર ) એ ત્રણે જણા જો કે રાજા ની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પીને વિષે પિતતાને ધંધે તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમીં જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણો આદર સત્કાર કરતા હતા. કહ્યું છે કે–સુશ્રાવક સાધનનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવ જન પણ કોઈ કાળે કરી ન શકે. આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણું સત્વધારી થયા. કહ્યું છે કે – જેમ મેરૂ પર્વતે વળગી રહેલું તૃણુ પણ સુવર્ણ બની જાય છે, તેમ સપુરૂષને સમાગમ કુશાળિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાનો હતો, તેથી રાજાના લે એ “આજે જોઇને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે શ્રાવકે ધાબીને જોવા આપ્યાં. બેબીએ કહ્યું. “મને તથા હારા કુટુંબને બાવા હેવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધાવા આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ
૪૩૩