________________
મનેરા મનમાં ચિંતવવા. તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિધપણું વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુની ચંદ્રસેનજીએ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે–અરે જવ: ચામડી, હાડકાં, મજા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિણા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુગળોના સ્કંધ સ્ત્રીને શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તેને રમણીય શું લાગે છે? અરે જીવ ! વિષ્ટ વગેરે અપવિત્ર વસ્તુ દૂર થડી પડેલી જોવામાં આવે, તે તું શું શું કરે છે, અને નાક ભરડે છે, એમ છતાં હું મૂખ ! તેજ અરુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની તું શા સારૂ અભિલાષા કરે છે ? વિણાની જાણે કોથળી જ હેની ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણુ મળથી મલીન થએલી, ઉત્પન્ન થએલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી, અને અસત્યથી પુરૂષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે, તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લેકને વિટંબના કરનાર છે, તથાપિ મનમાં વિથ સંકલ્પ કરવાનું વર્જ, તે કામવિકારને સહજમાં છતાય. કહ્યું છે કે હે કામદેવ! હું હારું મૂળ જાણું છું. તું વિષય સંકલ્પથી ઉત્પન્ન થાય છે. માટે હું વિષય સંકલ્પ જ ન કર્યું કે, જેથી તું મ્હારા ચિત્તમાં ઉત્પન્ન ન થઈશ. આ રીતે વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેઝિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી અંબૂસ્વામીનું, કોશા સ્થાને વિષે આસક્ત થઈ, સાડીબાર ક્રોડ સેનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઇ કોસ્યાના મહેલમાંજ ચોમાસું રહેનાર શ્રી
સ્થળભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા નાનાવિધ અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં કીંચિતમાત્ર પણ વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિં તે સવિસ્તર કહેવાની કોઈ જરૂર જણાતી નથી.
હવે કષાય વગેરે દેશને જય, તે તે દેષની મનમાં વિરૂદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ કોઇને જય ક્ષમાથી, માનને નિરાભિભાનપણથી, માયાને સરતાથી, લેમને સંતોષથી, રાગને વૈરાગથી, દેષ મૈત્રીથી, મોહને વિવેકથી, કામને સ્ત્રીના શરીર ઉપર અશ