________________
पाणवह मुसादत्तं, मेहुण दिणलाभणत्थदंडं च ॥ ..
अंगीकयं च मुत्तुं, सव्वं उपभोगपरिभोगं ॥ १ ॥ જિમ કુબં, રિલિમ કુસુમના કૂચા , वय काएहिं न करे, न कारवे गंठिसहिएणं ॥ २ ॥
અર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ (પ્રભાત સમયે વિધમાન પરિગ્રહ), એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે–એકેદ્રિયને તથા મશક, જૂ વગેરે ત્રસ જીને મૂકીને બાકીને આરંભજ અને સાપરાધ ત્રસ જીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું યંસુધી ન કરું અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદનાદાન અને મૈથુનનો પણ નિયમ જાણે. તથા દિનલાભ પણ નિયમિત નહીં હતું, તેને હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપભોગ પરિભોગને, ઘરના મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરવું. આ રીતે દેશાવકાશિક સ્વીકરવાથી મોટું ફળ મળે છે. અને એથી મુનિરાજની માફક નિઃસંગાપણું પેદા થાય છે. આ વ્રત વૈધના જીવ વાનરે જેમ પ્રાણત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામો, તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિ ચાર આગારમાં ચોથા આગાર વડે અગ્નિ સળવા વગેરે કારણથી તે (દેશાવકાશિક) વ્રત મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જવ વાનરનું દષ્ટાંત આ ગ્રંથકારે રચેલા આચારપ્રદીપ ચં. થમાં જોઈ લેવું
તેમજ ચાર શરણને અંગીકાર કરવો. સર્વે જીવરાશિને ખમાવવા. અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. પાપની નિંદા કરવી. પુણ્યની અનુદના કરવી. પહેલા નવકાર ગણિ,
{ આ ગ્રંથના કેટલાક ભાગનું ભાષાંતર શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે તૈયાર કરી બહાર પાડેલું છે.
૪૭.