________________
કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ તેથી નીરાળા રહેવું. કારણ કે વાવજીવ ચતુર્થ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસેને વિષે બ્રહ્મચારીપણેજ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુજ મહેપ્યું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે –ડે ધર્મરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભગતિ થાય છે, તે શુભગતિ હજારો યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શંકા રહે છે.
ચાલતી ગાથામાં નિ એ વિશેષ્ય છે, અને અi એ નિદ્રાનું વિશેપણ છે. તથા એ ન્યાય છે કે, “કોઇ પણ વિધિ અથવા વિશેષણ સહિત કહ્યા હોય તો તે વિધિ અથવા પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી ઉંઘ લેવી હોય તો થોડી લેવી” એમ અહિં કહેવાનો ઉદેશ છે, પણ ઉંધ લેવી એ કહેવાને ઉદ્દેશ નથી. કારણ કે, દર્શનાવરણય કર્મનો ઉદય થવાથી ઉઘ એની મેળે આવે છે. માટે ઉંધ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કરે ? જે વસ્તુ બીજે કોઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્ર કરે છે, એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે, ચેર, વૈરી, ધુતારા, દુર્જન વગેરે લેક પણ સહજમાં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઉંધ લેવી એ મહા પુરૂષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે-જે પુરૂષ અપાહારી, અલ્પ વચ્ચેની, અલ્પ નિદ્રા લેનાર તથા ઉપાધિ અને ઉપકરણ પણ અલ્પ રાખનારો એવો હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં કહેલો નિ વિધિ નીચે પ્રમાણે છે:-- . . .
માંકડ વગેરે જીવોથી ભરેલો, ટુંકે, ભાગેલે, હેરાન કરનાર મેલે, ૫ડપાયાવાળો, તથા બાળવાના લાકડાથી બનાવેલ એ ખાટલે સૂવાના કામમાં વાપરવો નહીં. સુવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પણ પાંચ આદિ લાકડાને ગ સુનાર ધણુને તથા તેના કુળનો નાશ કરે છે. પોતાના પૂજનીક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સુવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર પશ્ચિમ દિશાએ મસ્તક કરીને.
* અંગ્રેજી વૈદકશાસ્ત્ર પુત્ર પ્રાપ્તી માટે નીચે પ્રમાણે સુવા વિષે
૪૧૫