________________
*जइ मे टुन्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।
आहारमुवहि देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥ १॥ . આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશણ કરવું, અને સૂતી વખતે નપકાર ચિંતવે એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેને સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળને છે, અને વેદને ઉદય ખમવો બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પડાય. કેમ કે–જેમ લાખની વસ્તુ અમિની પાસે મૂકતાં વાર પી. ગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરૂષ હોય તે પણ તે સ્ત્રી પાસે હોય તે પિગળી જાય છે. પુરૂષ મનમાં જે વાસના રાખીને સુઈ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાહ્યા પુરૂષોનું કહેવું છે. માટે મેહને સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વ. ગેરે ની ભાવના ભાવતાં ઉંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વમ અથવા દુસ્વમ આવતાં નથી. ધર્મની બાબતનાં જ સારાં સ્વમ આવે છે. બીજું, સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતે માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સેપક્રમ હોવાથી તથા કર્મગતિ વિચિત્ર છેવાથી કદાચ મરણ પામે તે પણ તેની શુભ ગતિજ થાય. કેમકે, “છેવટે જેવી મતિ, તેની ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં કપટી સાધુએ હણેલા પિસાતી ઉદાઈ રાજાનું દષ્ટાંત જાણવું. ' હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પા
છલી રાત્રિએ ઉંઘ ઉડી જાય, ત્યારે અનાદિ કાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને છતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. અશુચિપણું વગેરે ” એમાં વગેરે શબ્દ કહ્યું છે, માટે જંબુસ્વામી, ધુળભદ સ્વામી અદિ મહેતા, અધિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કયાય વગેરેને જ કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ સ્થિતિ અને ધર્મના
* જે આ રાત્રીમાં આ દેહવડે હારાથી પ્રમાદ થાય, તે આ દેડ, આહાર અને ઉપાધિ એ સર્વને વિવિધ કરી વોસિરાવું છું. (૧)
૪૧૮