________________
तिव्वं पि पुष्चकोडी, कयंपि सुकयं मुहुत्तमित्तेण । कोहमाहिओ हणिलं, ह हा हवा भवदुगे वि दुही ॥
વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખેથી સાંભળતાં જ તે સપને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સધર્મ દેવો કે દેવતા થ, અને પુત્રને (ધર્મદાસને ) સર્વે કામોમાં મદદ આપવા લાગે, એક વખતે સ્વાધ્યાયમાં તલ્લીન છતાંજ ધર્મદાસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેટલાજ સારૂ જરૂર સ્વાધ્યાય કરવી.
પછી શ્રાવકે સામાયિક પારીને પિતાને ઘેર જવું, અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વદ્દ, પુત્રી, પત્રો, પત્રી, કો; ભત્રીજે, અને વાણેતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી કે ગ્ય. તા હોય તે પ્રમાણે ધર્મને ઉપદેશ કરે. ઉપદેશમાં સમ્યકત્વ મૂળ બાર વ્રત સ્વીકારવાં, સર્વે ધમકૃત્યોમાં પિતાની સર્વ શનિવડે યતના વગેરે કરવી.
જ્યાં જિનમંદિર તથા સાધર્મિ ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી, અને પચ્ચખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોને વિષે ધન વાપરવું વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે–જે ગૃહસ્થ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને સર્વ પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આ લોકમાં તથા પરકમાં તેમના કરેલાં કુકથી લેપાય. કારણ કે, એવો લકમાં રીવાજ છે. જેમાં ચેરને અન્ન પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું. માટે તત્વના જાણે શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા ભારી સ્થિતિની ખબર લેવી. વાર એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે–દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભથરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લેકો ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હેવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતે
Y૧૩