________________
..
ન જાય છે
એ સર્વ એમાંજ (સામાયિક વિધિમાંજ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે–પ્રથમ ૧ સામાયિક કરી, પછી એક પછી એક એમ ૨ દરિયાવહી, ૩ કાસગે. ૪ ચોવીસછો, ૫ વાંદણાં, અને ૬ પચ્ચખાણ કરવાથી છ આવશ્યક પૂરા થાય છે. તેમજ “નામાનુનશું છે એવું વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે.
સમાધાના–ઉપર કહ્યું તે બરાબર નથી. કેમકે, સામાયિક વિધિમાં છે આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે એમ કે-હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણકારે સામાયિક, ઇરિયાવહી અને વાંદણાં એ ત્રણજ ખાસ દેખાયાં છે; બાકીનાં દેખાયાં નથી. તેમાં પણ ઇરિયાવહી પ્રતિક્રમણ કર્યું છે, તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યક ચોથા અધ્યયન રૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છd, રાત્રિએ નિદ્રાના અંતે તથા રૂમ જેવા પછી, તેમજ નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તે ઇરિયાવહી કરવી, એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઇરિયાવડિમાં કાઉસ્સગ અને ચેવીસ જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી શ્રાવકે સાધુને જેગ ન હોય તે ચૈત્ય સંબંધી પવધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. એ રીતે આવશ્યક ચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે. - હવે “સામાજુમ એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની
અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાં જ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તે ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું છે. તે એમ કે –સાધુ, સાધી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત, મન લેસ્થા, સામાન્ય અધ્યવસાય, તિવ્ર અધ્યવસાય તથા ઈદ્રિો પણ આવશ્યકને વિષે જ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપગ
૪૦૧