________________
કાએ કાઉસગ્ગ કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેરીએ એક તકાળ કોઈએ મારી નાંખેલા બેકડાનાં નેત્ર લાવી તે પુરૂષને લગાડયાં. તેથી તેનું એકાક્ષ એવું નામ પડ્યું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરૂષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા. તેથી તે નગરનું પણ એકાક્ષ નામ પડ્યું. તેને જોવાથી ઘણા લે શ્રાવક થયા. આ રીતે દિવસરામિ ઉપર એકાક્ષનું દશાંત કહ્યું છે.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રડે ત્યારે સુંબિંબને અર્ધા અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી.