________________
રાખી આવશ્યકનીજ ભાવના ભાવતાં પ્રભાત કાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. વળી તેજ સૂત્રમાં કહ્યું છે કે, જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રભણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ સુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગ ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપોની શુદ્ધિ થતી હોવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે-પાતકને જીવ પ્રદેશમાંથી કાઢી નાખનારૂં, કાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે.
દિલ્લીમાં દેવસી રાઈ પ્રતિક્રમણને અભિપ્રહ પાળનાર એક શ્રાવક રહેતું હતું. રાજવ્યાપારમાં કાંઈ તહોમતમાં આવવાથી બાદશાહે તેને સગે બેડીઓ જડીને બંદીખાને નાંખે. તે દિવસે લાંઘણ થઈ હતી, તે પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારૂ રખવાળાને એક વખત સોનું આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા, અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે તેણે એક મહિનામાં સાઠ વાર સોનું પ્રતિક્રમણને માટે આપ્યું. પિતાના નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થશે, અને તેણે તેને બંદી ખાનાથી છેડી મુકી પહેરામણ આપી, અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે.
પ્રતિક્રમણના, દેવસી, ૨ રાઈ, ૩ પuખી, ૪ માસી, અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમનો સમય ઉત્સર્ગ માર્ગે કહ્યા છે તે આ પ્રમાણે. ગીતાર્થ પુરૂષો સૂર્યબિંબને અર્ધ ભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણનો સમયે સૂર્યને અર્ધ અસ્ત એજ જાણો. રાઈ પ્રતિક્રમણને કાળ એવી રીતે કહ્યો છે કે –આચાર્ય આવશ્યક (પ્રતિક્રમણ) કરવાને વખત થાય છે ત્યારે બંધ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વાર સૂર્યોદય થાય. અપવાદ માર્ગથી તે દેવસી