________________
એ દિવ્ય ઐશ્વ, સુખ વગેરેનું શું પ્રયોજન ? ”
રત્નસાર કુમારે એવો વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન કહ્યું. તે આ રીતે:-“હે રાક્ષસરાજ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણું પાપનું
સ્થાનક એવું રાજ્ય મારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બને વિરાધ્યા હોય તો તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તે આયુષ્યને અંતેજ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હમેશાં દુ:ખદાયી છે. માટે હે સપુરૂષ! મહારા નિયમને બિલકુવ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીધ્ર કરૂં.” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. “અરે! ફેકટ કેમ બકબક કરે છે ? પડેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મારી પાસે બીજી માગણી કરાવે છે ? અરે પાપ ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યને ત્યાગ કરવો ઉચિત છે, પણ એ આપેલા રાજ્યમાં પાપ તે માંથી હોય ? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેતાં છતાં તું લેવા આળસ કરે છે ? અરે ! સુગંધી ઘત પાતાં છતાં ખાલી “બૂ-બૂ' એ શબ્દ કરે છે. અરે મૂઢ ! તું ઘણું મિજાસથી મારા મહેલમાં પળે ગાઢ નિદ્રામાં સૂતો રહ્યો ! અને મ્હારી પાસેથી પોતાના પગનાં તળિયાં પશું મસળાબાં ?! હે મરણને કાંઠે આવેલા ! મારું કહ્યું વચન હિતકારિ છતાં તું માનતો નથી, તે હવે મારા ફળદાયી ક્રોધનાં કેરાં કડવાં ફળ છે? તે જે."
એમ કહી રાક્ષસ, ગીધ પક્ષી જેમ નિર્ભયપણે માંસનો કટક ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કોઇને ન ગણે એવા રાક્ષસે પોતાના હોઠ ધ્રુજાવતાં શીઘ પિતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખો. તે વખતે કુમાર, આકાશમાંથી શીદ અપાર સમુદ્રમાં જંગમ મૈિનાક પર્વતની પેઠે પશે. ત્યારે વજપાત જેવો ભયંકર અવાજ થયો. જાણે કૌતુકથી જ કે શું! પાતાળમાં જઈ પાછો તે જળ ઉપર આવ્યું. જળને સ્વભાવજ એવે છે. પછી “જડમય સમુદ્રમાં અજડ (જા) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું ? રાક્ષસે પિતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢ, અને કહ્યું કે, “દુરાગ્રહનું ઘર અને વિવેક શુન્ય એવા હે કુમાર! તું
- ૩૮૩.