________________
આદિ લે કોની આગળ કુમારનો મહિમા પ્રકટ કહીને ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયે. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બને સ્ત્રીઓને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યો. તેથી માર્ગમાં જાણુ પુરૂષે પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારને સત્કાર કર્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રપિશાળાપુરીમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી કૃદ્ધિને વિસ્તાર જોઈ ઘણું શેઠોની સાથે સામો આવ્યા. પછી રાજાએ તથા વસુસાર આદિ મહેતા શેઠીઓએ ઘણી અદ્ધિની સાથે કુમારને નગરીમાં પ્રવેશ કરાવ્યો. પૂર્વ પૂર્વની પતા કેવી અદ્દભુત છે! પરસ્પર આદરસકાર આદિ ઉચિત કૃત્યો થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લોકોની આગળ કહ્યો. કુમારનું આ શ્ચર્યકારી સરવ સાંભળી રાજા વગેરે સર્વે લોકો ચકીત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદ નામે ગુરૂરાજ ઉધાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લેકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આ શ્ચર્ય પામી રત્નસાર કુમારનો પૂર્વબવ ગુરૂ મહારાજને પૂછયો. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિધાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા:
હ રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસારનામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ટિ પુત્ર, બીજે મંત્રિપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ, અર્થ અને કામવી જેમ ઉત્સાહ શમે છે, તેમ તે ત્રણે મિત્રોથી રાજકુમાર માર્તિમંત ઉસ છે સરખો શોભતો હતો. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતો, તે પિતાના ત્રણે ભિત્રોનું કલાકશય જોઈ જડમૂઠ એવા પિતાની નિંદા કરતે હતા, અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કોઈ ચેરે ખાતર પાડયું. સુભટોએ તે ચોરને ચોરીના માલ સહિત પક. ક્રોધ પામેલે રાજાએ ચોરને શી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શી ઉપર
૩૮૭