________________
જેમ બે ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થએલા હોવાથી સૈધમંદ્ર અને ઈશાનંદ્ર એ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડે. સૌધર્મદ્રનાં વિમાન બત્રીશ લાખ, અને ઈશાનંદનાં અઠાવિશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. માટે આ સંસારને ધિક્કાર થાઓ ! વિમાનની દ્ધિના લોભિયા એવા તે બન્ને જણાના બે રાજાઓની પેઠે બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણું સંગ્રામ અનેક વાર થયા. તિર્થમાં કલહ થાય તે મનુષ્ય શીધ્ર તેમને શાંત પાડે છે; મનુષ્યોમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કોઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તે તેમના ઇંદ્ર મટાડે છે; પણ ઈજ જે માંહોમાંહે કલહ કરે તે તેને વજીના અગ્નિ માફક શાંત પાડવો અશક્ય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે ? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરહિંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહાવરને મટાડનારૂં નહાવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બન્ને જણા શાંત થયા. હવણ જળને એવો મહિમા છે કે, તેથી શું ન થાય ? પછી બને ઇંદ્રાએ માંહે માંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીઓએ “પૂર્વની વ્યવસ્થા આ રીતે છે” એમ કહ્યું.
" ઠીકજ છે, બુદ્ધિશાળી પુરૂષો અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે –“દક્ષિણ દિશાએ જેટલાં વિમાને છે, તેટલાં સર્વ સૌધર્મ ઇતનાં છે, અને ઉત્તર દિશામાં જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઇશાન ઈદની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં દ્રિક વિમાન છે, તે સધર્મ ઇંદ્રનાં છે. તેજ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુણુ જેટલાં વિમાને છે, તેમાંનાં અધ સધર્મ ઈંદ્રનાં અને અર્ધા ઈશાન ઈંદ્રમાં છે. સનકુમાર તથા માહેંદ્ર દેવલોકમાં પણ એજ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઇદ્રક વિમાન તે ગળ આકારનાં જ હોય છે.” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બને ઈંદ્રો ચિત્તમાં સ્થિરતા રાખી, વૈર મૂકી માંડમાંહે પ્રતિ કરવા લાગ્યા.
૩૮૫