________________
તરફથી વીટાયેલું હતું, તેની દરેક પળને વિષે માણિક રનના દરવાજા હતા, રત્નજડિત મહાટા મહેલેના સમુદાયોથી તે નગર રોહણ પર્વતની બરાબરી કરતું હતું, મહેલ ઉપર હજારે સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્ત્રપુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધીથી ખેંચાય છે, તેમ નગરની વિશેષ શોભાથી ખેંચાય રનસાર કુમાર તેની પાસે આવ્યો. બાવના ચંદનનાં બારણાં હોવાથી જેની સુગધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે મુખજ હોયની ! એવા ગોપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા. એટલામાં દરપાલિકાની માફક કેટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યા. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, “હે સુંદર રસારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “હે મહાપંડિત ! દ્વારા ભલાને માટે રોકું છું. જે ત્યારે જીવવાની અરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, એ મને વૃધા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષી જતિમાં ઉત્તપણું હતું જ નથી કે શું ! ઉત્તમ જેવો હેતુ વિના એક વચન પણ બોલતા નથી. હવે તને હું રોકુછું, તેનો હેતુ જાણવાની ઈચ્છા હોય તો સાંભળ
આ રતપુર નગરમાં પરાક્રમથી અને પ્રભુતાથી પ્રતિપુરંદરજ (બીજે ઈદ જ ) યની ! એ પુરંદર નામે રાજા પૂર્વે થે. કેઈથી ન પકડાય એવો હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભગ્ય જ હેની ! એ કોઈ ચાર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતો હતો. તે મનમાનતાં વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્રો ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડ જેમ નદીના મહા પુરને રોકી શકતાં નથી, તેમ તલાર તથા બીજા રખવાળ વગેરે મોટા સુભટે તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતો એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચોરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી. તેથી રાજાને રેષ ચઢ, તેનાં નેત્ર રતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય તલારને બેલાવી ઘણે ઠપકો દીધો. તારે કહ્યું. “હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઇલાજ ચાલત
૩૬૫