________________
બચ્યું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ?” એવી રીતે લે કે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉગ પામી તે નિપુણ્યક નામાં સાગર શ્રેણીને જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયે. ત્યાં વિનયંધર શેકીને ત્યાં ચાકરપણે રહ્યો. તેજ દિવસે વિનયધર શ્રેણીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયેલા શ્વાનની પેઠે તેને કાઢી મૂક્યા. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો. કહ્યું છે કે–સર્વ જીવ વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભોગવે છે. જેમ માણસ પિતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાને સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક “યોગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગ, અને ધનાવહ શ્રેણીની ચાકરી કરવી કબૂલ કરી તેજ દિવસે વહાણ ઉપર ચઢ, શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે, “ હારું ભાગ્ય ઉઘડ્યું! કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાગ્યું નહીં. અથવા મહારૂં દુર્દેવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી કરવાને અર્થેજ કે શું ? તેના દેવે લાકડીનો પ્રહાર કરીને, જેમ ઘડાના સેંકડે કડકા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કડકા કર્યા. દૈવયોગથી નિપુણકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્ર કાંઠાના એક ગામે આવ્યો, અને ત્યાંના ઠાકોરના આ શ્રય તળે રહે.
એક દિવસે ચોરોએ કારના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂક્યો. કહ્યું છે કે–-એક માથે ટાળવાળા પુરૂષ માથે તડકો લાગવાથી ઘણોજ તપી ગયો, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલાના ઝાડની નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક હેટા બિલીના ફળથી
૧૮૮