________________
લાભ વિવેકી પુરૂષે લે. તથા જે ગણિમ ધરિમાદિ વસ્તુને સર્વત્ર કાંઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે જેટલો ઉત્કૃષ્ટ લાભ થાય તેટલે લે; પણ એ વિના બીજે લાભ ન લેવાય. તાત્પર્ય એ છે કે, જો કોઈ સમયે ભાવિભાવથી સેપારી આદિ વસ્તુનો નાશ થવાથી પોતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણ અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને લેવો પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું.” એમ મનમાં ન ચિંતવે. તેમજ કઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આ પણ નથી, એમ જાણતા છતાં ઉપાડવી નહીં. વ્યાજ વટાવ અથવા ક્રય વિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલું લાભ મળે તેટલો જ લે. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે.
તેમજ ખોટાં કાટલાં અથવા બેટાં માપ રાખીને, ન્યૂનાધિક વ્યાપાર કરીને રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લેઇને, કૂડકપટ કરીને, હું અથવા ઘસાયેલું નાણું આપીને, કોઈના ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઇને, નમુને એક બતાવી બીજે માલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકનો વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા જ પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે – જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લેક હજાળમાં પડી પિતાના જીવને ઠગે છે. કારણ કે, તે લોકો કૂડ કપટ ન કરતાં તે વખતે
સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુતર્ક ન કરે કે, ફૂડ કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકે વ્યાપાર ઉપર શી રીતે પિ. તાની આજીવિકા કરે ? આજીવિકા તે કર્મને આધીન છે, તે પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઉલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. આ વિષય ઉપર એક દષ્ટાંત છે, તે એ કે – એક નગરમાં હલાક નામે શેઠ હતા. તેને ચાર પુત્ર હતા. તથા
૨૫૬.