________________
હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીધ્ર પ્રેરણું કરવાને લીધે સાથે સેનાનો પરિવાર લઈ નીકળે. થોડા દિવસમાં કનકધ્વજ રાજા અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સક હિત ત્યાં આવી પડે.
શ્રેષ્ઠ શિષ્ય જેમ ગુરૂને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પોપટ, કન્યાઓ વગેરે લોકોએ શીધ્ર સમ્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક થએલી બન્ને કન્યાઓ, વાછરડીએ પિતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય રૂદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણે કિંમતી માન્યા. પછી રાસ ર કુમારે કામધેનુ સરખી ચકેશ્વરી દેવીને પ્રસાદથી પરિવાર સહિત કેનક જ રાજાની સારી રિતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પછી પોતાની નગરીએ જવા પહેલાં ઉસુક હતા, તે પણ કુમારે કરેલી પરોણાગત જે તેની ઉત્સુકતા જતી રહી. ઠીક છે, દિવ્ય રૂદ્ધિ જોઈ કોનું મન ઠંડું ન થાય ? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવનવા પ્રકારની પરેણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું.
એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સંપુરૂષ ! ધન્ય એવા તે જેમ મહારી આ બે કન્યા કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરી પણ કૃતાર્થ કર.” એવી ઘણી વિનતિ કરી ત્યારે તે કુમારે કબૂલ કરો. પછી રત્નસાર કુમાર, કન્યાએ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિ. માનમાં બેસી સાથે ચાલનાર ચકેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથીજ કે શું! પિતે આકાશ વ્યાપી નાંખ્યું. સૂર્યનાં કિરણ જેમાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્રજ ધારણ કર્યું હેયની ! કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા
૩૭૧