________________
યની ! એવો જે વામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇજ હેની ! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગોખથી વિધ્યપર્વત સરખે દેખાતે, કઈ સ્થળે કäતન રત્નોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતો, કેઈ સ્થળે ઉંચી જાતનાં વૈડર્વ રત્નો જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતો, કઈ ભાગમાં પદ્મરાગ રત્નો જડેલાં હોવાથી સંધ્યાકાળને જે રક્તવર્ણ દેખાતે, કઈ ઠેકાણે સુવર્ણનું ઘડતર કામ હોવાથી મેરૂપર્વતની એક ટુંક માફક દેખાતો, કે ઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનોવેધક શભા ધારણ કરતો, કઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારો, કોઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલા હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે ઉત્પન્ન થએલા અગ્નિને ધારણ કરતો, કોઈ સ્થળે ચંદ્રકાંત મણિ જડેલા હોવાથી ચંદ્રકિરણના સપર્શવડે અમૃતની વૃષ્ટિ કરનાર એ તે મહેલ હતો.
પુણ્યને ઘણે ઉદય હવાથી ચકેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું એ રત્ન પાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વક અને સર્વ પ્રકારનું વિશ્વસુખ ભોગવવા લાગે છે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખનો વાંછા કરતા રહ્યા. રસિદ્ધ વૈમાનનું સુખ મનુષ્ય ભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભતિથી, દિવ્ય વૃદ્ધિના ભોગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચા
લતા ભવમાંજ સર્વાર્થસિદ્ધપણું મેળવ્યું. ગોભદ્ર દેવતાએ શાલિભદ્રને પિ- તાના સંબંધથી સંપૂર્ણ ભાગ આખ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણી
અજાયબ વાત છે કે, ચકેશ્વરીની સાથે કુમારને માતા પુત્ર વગેરે કોઈ જાતનો સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભોગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણનો ઉદય થએ આશ્ચર્ય તે શું છે ! ભરત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાંજ ગંગા દેવીની સાથે ચિરકાળ કામગ નહીં ભોગવ્યા કે શું ? એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચક્રેશ્વરીની આજ્ઞાથી કનકધવજ રાજને વધુ વરની શુભ વાર્તાની વધામણું આપી. ઘણું
૩૭૦