________________
રવું, હોડ ઠરાવેલ પગાર લે, ધર્મ અને રોગને તથા શત્રુને ઉકે, એટલાં વાનાં કરવાં હોય તે બિલકુલ વખત ન ગાળવો. ક્રોધનો પુરસે આવ્યો હોય, નદીના પૂરમાં પ્રવેશ કરે હેય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવો એજ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવા હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું નહિ.”
કુમારનાં વિદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજ્જા ઉત્પન્ન થઈ શરીરે કંપ છૂટ, પશે વળ્યો અને રામરાજિ વિસ્વર થઈ. સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા, તથા કામવિકારથી ઘણી પીડાઈ તે પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનાર હું સર્વસ્વ આપવા ગ્ય છે એમ માનું છું. માટે હે સ્વામિન ! આપને દાનનું એક આ ખાનું આવું છું. એમ આપ નક્કી જાણજે. એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પિતાનું મૂર્તિમંત મનજ હેની ! એ મોતીને મનોહર હાર કુમારના ગાળામાં પહેરાવ્યો. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણાજ માનથી સ્વીકાર્યો. પિતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણ કરનાર પ્રીતિ જ હોય છે. હશે, તિલકમંજરીએ શીધ્ર પિપટની પણ પૂજા કરી. ઉત્તમ પુરૂષોનું સાધારણ વચન પણ કોઈ જગ્યાએ નિચ્છા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને દ્વારા ભાગે આપેલી એ બે કન્યાઓ હું હમણાં તને આપું છું, સારા કાર્યોમાં વિશ્વ ઘણાં આવે છે, માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બને કન્યાઓનું તુરતજ પાણિગ્રહણ કર.
ચંચૂડ દેવતા એમ કહી વરને અને કન્યાઓને જાણે શોભાને સમુદાયજ હેયની ! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણાવવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉતમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું. પછી તે ચક્રેશ્વરી વેગથી પવનને પણ જીતે એવા અતિશય મહેતા વિમાનમાં ઘણા હર્ષથી બેઠી. તે વિમાન રત્નની પહોળી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું, રસમય શેભતી
૩૬૮