________________
રતાં મવું એ મને વધુ પસંદ છે. જે મને છોડવાની હારી ઈચ્છા ન હેય તે તું બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.”
પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિધાધર રાજાના મનમાં વિચાર આવ્યો કે, “હાય હાય ! ધિક્કાર થાઓ ! ! આ શું મેં દુષ્ટ બુદ્ધિનું કામ માંડ્યું ? પોતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલીક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને વિષે કે પુરૂષ ક્રોધથી એવું ઘાતકીપણુનું આ ચરણ કરે ? સામોપચારથીજ સર્વે ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષ કરી લાગુ પડે છે. પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિધાધર રાજાએ એમ વિચારી, મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખળું પાછું શીધ્ર મ્યાનમાં રાખ્યું; અને નવી સૃષ્ટિકર્તા જે થઈ કામ કરી વિવાથી અશોકમજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી ભાણિકરનમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિધાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી. તેના મનમાં કાંઈક શંકા આવી તેથી, તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભથ્થરને હંસી- સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠે. તે કમળા; મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કોઇથી મનાવી શકાય નહીં એવી થઈ. એમાં કાંઈ નવાઈ નથી; સ્ત્રીઓનો સ્વભાવ એજ હોય છે.
કમળાએ પોતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખૂચેલું શલ્ય જેમ કાઢ, તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી છટકી મૂકી. કમળાએ શોક્યભાવથી હંસીને કાઢી મૂકી પણ તેજ હસીને ભાગ્યયોગથી અનુકૂળ પડયું. નરકમાંથી બહાર નીકળવા પ્રમાણે તે વિધાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ વિદ્યાધર આવશે” એવી વ્હીકથી ઘણી આકૂળ વ્યાકૂળ થએલી હતી. ધનુષ્યથી છૂટેલા બાણની માફક વેગથી ગમન કરતાં થાકી
૩૬૬