________________
તે કન્યાને જોઈ વિધાધર સજા ક્ષેભ પામે. પછી તેણે તેફાની પવન વિકૂને હિંડોળા સાથે રાજકન્યાને હરસ કરી! અથવા પોતાની મતલબ સાધવા યથાશક્તિ કોણ પ્રયત્ન કરતો નથી ? વિધાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે હેટી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણુંની પેઠે બીક પામવા લાગી, અને ટીટોડીની માફક આકંદ કરવા લાગી. વિધાધર રાજાએ તેને કહ્યું. “હે સુંદર સ્ત્રી ! તું કેમ બીથી દૂજે છે? દિશાએને વિષે નજર કેમ ફેકે છે ? અને તે સંદરિ! આકંદ પણ કેમ કરે છે ? હું કોઈ બંદીખાનામાં રાખનારો, ચેર કે પરસ્ત્રીલંપટ નથી, પણ હારા પાર વિનાના ભાવથી તને વશ થએલે એક વિધાધર રાજ છું. હું હારે દાસ થઇ હારી પ્રાર્થના કરું છું. માટે મારી સાથે પાણિગ્રહણ કર, અને તમામ વિધાધરોની તું સ્વામિની થા.” “અશિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લે કે એ ની દુષ્ટ અને અનિટ ચેટા કરીને પાણિગ્રહણ કરવા ઇચ્છે છે, એમને અતિશય વિકાર થાઓ ! ! ” મનમાં એવો વિચાર કરનારી અશકમંજરીએ વિધાધર રાજાને કાંઈ પણ ઉત્તર આપે નહીં. જેની અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય, તે પુરૂષને કોણ સંપુરૂષ મોઢે ના હા નો જ માબ સરખો આપે ? “માતા પિતાના તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવું દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખથી એ મહારી ઇચ્છા ફળીભૂત કરો. ” મનમાં એવી આશા રાખીને વિધાધર રાજાએ, શાસ્ત્રી જેમ પિતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પોતાનું સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારીને તે નું સ્મરણ કર્યું.
કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવાને અર્થે વિદ્યાના પ્રભાવથી તે વિધાધર રાજાએ રાજકન્યાને નેટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રકટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવો બુદ્ધિવાળે એ વિધાધર રાજા કેટલીક વાર સુધી અશોકમંજરીને મનાવતો હતે. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યાં, તે અશકમંજરીને તિરસ્કાર રૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્ય, અને પ્રેમપૂર્વક આલાપ કર્યો તે પાપની વાવણી સરખા લાગ્યા. રાખમાં હેમ