________________
કરે, જળના પ્રવાહમાં પેશાબ કરે અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકોર અશકમંજરીને વિષે નકામા થયા. તે પણ વિધાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં. ચિત્તભ્રમ રોગવાળા પુરૂષની માફક કામી પુરૂષને દુરાગ્રહ કહી ન શકાય એવા હોય છે. તે પાપી વિધાધર રાજા એક વખતે કોઈ કાર્યને બાને પોતાને શહેર ગયે. ત્યારે વધારી તાપસ કુમારે હિંડોળાની ક્રિીડા કરતાં તેને જોયો. તે તાપસ કુમાર હારા ઉપર ભરૂસે રાખી, પિતાની હકીકત કહે છે, એટલામાં વિધાધર રાજા ત્યાં આવી, પવન જેમ આકડાના કપાસને કરણ કરે છે, તેમ તેને હરણ કરી છે, અને મણિરત્નોથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, “અરે દેખી ની ભોળી ! ખરેખર ચતુર ? અને બોલવામાં ડાહી ! એવી છે સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઇની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને હારા વશમાં પડેલા મને ઉત્તર સર પણ આપતી નથી ! હજી મહારી વાત કબૂલ કર. દુરાગ્રહ મૂકી દે, નહીં તે દુઃખદયી યમ સરખે હું હારા ઉપર રૂદ થશે એમ સમજ.” તે એવું વચન સાંભળી, મનમાં ધૈર્ય પકડી અશોકમંજરીએ કહ્યું. “અરે વિધાધર રાજા ! છળબળથી શું લાભ થાય ! છળવંત તથા બળવત લોકોથી કદાચ રાજ્યરૂદ્ધિ આદી સધાય, પરંતુ કોઈ કાળે પણ છળબળથી. પ્રેમ ન સધાય. બન્ને જણાનાં ચિત્ત પ્રસન્ન હોય તે જ ચિતરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકર ઉત્પન્ન થાય છે. જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાનો સ્ત્રી પુરૂષોનો પ્રેમ શા કામનો ? એ સ્નેહ વિનાને સંબંધ તે જંગલમાં બે લાકડાઓનો પણ મહેમાં થાય છે. માટે મૂર્ણ વિના બીજે કોણ પુરૂષ સ્નેહ રહિત બીજા માણસની મનવાર કરે ? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.”
અંકુશ વિનાને વિદ્યાધર રાજા અશોકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણે રોષ પામે અને મ્યાનમાંથી શીધ્ર ખડ્ઝ બહાર કાઢી કહેવા લાછે કે, “અરેરે ! હમણાં હું તને મારી નાંખું ! હારી પબુ નિંદા કરે છે !” અશોકમંજરીએ કહ્યું “રપનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા ક